સામગ્રી: ૧ કિલોગ્રામ આંબળાં,
૫૦૦ મિલી પાણી,
૧ ૧/૨ કિલોગ્રામ ખાંડ,
૪ ગ્રામ સાઈટ્રિક એસિઙ
રીત : આંબળા ધોઈને, લૂછીને કોરા કરો અને પાણીમાં નાખીને એમાં કાણાં પાડીને ૧૦ ૧૨ મિનિટ સુધી ઊકળવા દો. પાણી નિતારી લો અને તાજું પાણી ભરીને એક દિવસ માટે રાખી મૂકો. બીજા દિવસે ફરી પાણી કાઢી લો અને તાજું પાણી ભરો.
ત્રીજા દિવસે ફરી એ પાણી ફેંકીને નવું પાણી ભરો. એમાં બે ગ્રામ સાઈટ્રિક એસિડ અને ખાંડ નાખી ઉકાળો. ઊભરો આવી જાય પછી ચાળી લો અને ચાળેલી ચાસણીમાં આંબળા નાખીને ૧૫-૧૬ મિનિટ સુધી ઉકાળો પછી આખી રાત રહેવા દો. બીજા દિવસે ફરી ઉકાળો અને એક તારની ચાસણી બનાવો. ઢાંકી આખી રાત રહેવા દો અને બીજા દિવસે એટલું ઉકાળો કે ચાસણી ઘટ્ટ થઈ જાય. ઠંડો કરીને મુરબ્બો બરણીમાં ભરો.