ફુલો કાગળના વેચાય છે છડેચોકે ભાઈ,
સારું કે લેનારે છાંટયું છે અત્તર,
બાકી સુગંધની આબરૂનું શું થાત..?
જેઠમાં તાપથી તરબતર ઇચ્છા બળી ગઈ,
સારું કે એક નાની વાદળી વરસી ગઈ,
બાકી વરસાદની આબરૂનું શું થાત…?
ખોલી જ નંઇ મે બંધ મુઠ્ઠી,એટલે રહી ગઈ,
સામે હાજરી હતી હજોરોની,બાકી આપની
આબરૂનું શું થાત…?
એ\’ધટના\’ને અકસ્માતમાં ખપાવી દો ભાઈ,
સારું કે નિશાન ચૂકયું એમનું.
બાકી મિત્રોની આબરૂનું શું થાત…?
\’બંધ\’માં એ લોકોની \’મજબુરી\’ભળી ગઈ,
જાણે છે પણ,જાગતી નથી,
બાકી નેતાની આબરૂનું શું થાત…?
સારું કે મળી આવે છે હજીય માણસાઈ,
ભીડ થાય છે મંદિરોમાં,
બાકી ભગવાનની આબરૂનું શું થાત..?