આપણી સાથે રહેતા હોય તેની સાથેના વ્યવહારમાં કઈ કાળજી રાખવી ?
* બને ત્યા સુધી આપણા વાણી અને વ્યવહારથી સામાને દુઃખ,ક્ષોભ કે ઓછપનો ભાવ ન આવે તેની કાળજી રાખવી.
* આપણી વાણી અને આચરણ એવા હોવા જોઈએ કે સામાને શાંતિ અને આનંદ મળે. એટલે કાંઈ પણ બોલતા પહેલા કે કાંઈ પણ કરતા પહેલા એટલું તો વિચારી લેવું કે એનાથી કોઈના શાંતિ કે આનંદ નષ્ટ તો નહિ થઈ જાય ને.