આપણામાં ભગવતજયુતિનો આવિર્ભાવ કયારે થાય ?
* ભગવત જયોતિ આપણાથી જુદી નથી એવું સમજાય ત્યારે
* ઇન્દ્રિયો,મન,બુધ્ધિ અને અહંકાર ભગવાનના ચરણે અર્પણ કરીએ ત્યારે.
* જે સાધના પથ ગ્રહણ કર્યો હોય તેમાં પુરેપુરી સંનિષ્ટા અને સમજણ પૂર્વકનું સાતત્ય જળવાય ત્યારે.
ચૈતન્યની અનિભુતિ કયારે થાય ?
* હ્રદયગંથનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ
-પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે.
-બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે.
-ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે.
-ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે.
-પાચમું, અહંભાવ શૂન્યમામ લીન થાય છે અને એક માત્ર સહજ આત્મબોધ બાકી રહે છે.