આપણને પરમ શક્તિનો અનુભવ કેમ થતો નથી ?
* આપણે દેહરૂપે વર્તીએ છીએ માટે.
* એ માટે શરીર ,મન અને હ્રદયને જે તપમાંથી પસાર કરવા જોઈએ તે કર્યા નથી એટલે. આ ત્રણેયની શુધ્ધિ વિના અંદરનો અરીસો કેવી રીતે ઉજજવલ બને? એટલે એ ત્રણેયને તપાવીને એમાં જે અશુધ્ધિકરણ છે તેને ગાળી નાખવું જરૂરી છે.
* રાગ-દ્રેષની પ્રબળતા.
* અમર્યાદિત ઇચ્છાઓ અને વાસનાઓ.
* સંસારની બાબતોને અગ્રતાક્રમ.