તાજેતરમાં કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર યુવાનો પર ખાસ કરીને મહિલાઓની સેક્સ લાઇફ પર રિલિજિયન, આવેગ કે આલ્કોહોલ કરતા આધ્યાત્મિકતાની અસર વધારે જોવા મળે છે. યુનિવર્સિટી ઓફ કેન્ટુકી ખાતે રિસર્ચર્સ પૈકી એક જેસિકા બુરિસે જણાવ્યું કે હું માનું છું કે છેલ્લા ઘણા લાંબા સમયથી આપણા જીવનમાં ધાર્મિક અને અધ્યાત્મિક બાબતો એ રીતે અસર કરી રહી છે તેને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ.
આધ્યાતમિકતાની ચરમસીમાની માપણીનામના રિસર્ચમાં એ બાબતનો સાંકળવામાં આવી હતી જેના પગલે આધ્યાત્મમાં જોડાણ, સર્વવ્યપકતા અને પ્રાર્થનાની સ્વીકાર્યતાની ગુણવત્તાને માપવામાં આવી હતી. પણ ડેટામાં જે તારણ આવ્યું છે તેના મુજબ ત્રણેય બાબતો પૈકી સ્પિરિચ્યુઅલ સેક્સ્યુઆલિટીમાં જોડાણ મહત્વનો ભાગ ભજવે છે અને તે કોન્ડોમ વગર પણ એકથી વધારે પાર્ટનર સાથે સેક્સ કરવા પ્રેરે છે.
બરિસે લખ્યું છે કે કોઇ બાબતમાં વિશ્વાસ હોવો એ વ્યક્તિને એક બીજા સાથે બાંધે છે. પવિત્ર મનથી કરવામાં આવતો સેક્સ પણ પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. આ કારણે જ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સમાં સેક્સ્યુઅલ પાર્ટનર્સની સંખ્યા વધારે હોય છે.
આ અભ્યાસમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૩૫૩ અન્ડરગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સની મદદ લેવામાં આવી હતી જેમાં ૬૧ ટકા સંખ્યા યુવતીઓની હતી. આ અભ્યાસમાં તેમને આલ્કોહોલના ઉપયોગ, આવેગ, ધાર્મિકતા, આધ્યાત્મિકતા અને જાતીય સંબંધો વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાંથી સૌથી વધારે આનંદ તેમને પ્રાર્થના કે મેડિટેશન પૂરું થયા બાદ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રાર્થના પૂરી થયા બાદ તેમને સંપૂર્ણતાનો અહેસાસ થતો હતો. તેઓને પ્રાર્થના બાદ માનવતા સાથે આત્મીયતા વધુ ગાઢ બની હોય તેવો અહેસાસ થાય છે.