આધ્યાત્મની દિશામાં પ્રગતિ થઈ રહી છે તેની કેવી રીતે ખબર પડે?
* દ્રન્દ્રરહિત પણાનો અનુભવ થાય તો ખબર પડે.
* સંસારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ ઓછુ થતું અનુભવાય.
* કામ,ક્રોધ,મદ,મોહ,લોભ અને મ્ત્સર ક્ષીણ થઈ રહ્યા છે તેની અવારનવાર પતીતિ થાય.
* સ્થુલથી માડઈ સૂક્ષ્મ કક્ષાના વિચારો ઓગળી રહ્યા છે નિરંતર ચિત શુધ્ધિ થઈ રહી છે,ગહન શાંતિ અન્ર આનંદનો અનુભવ થઈ રહ્યો છે, એવું સર્વ સ્થિતિમાં લાગ્યા કરે.
* દ્રન્દ્રને સ્થાને નિદ્રન્દ્ર જોવા મળે,એક જ પરમ ચૈતન્ય વિલસી રહ્યુ છે એવી સમજણની હાજરી રહેવા માંડે.