ગુજરાતી ગઝલ એવોર્ડ વિજેતા, મહાન ઉર્દૂ અને ગુજરાતીઓ કવિઓમાંના એક એવા અમદાવાદ શહેરના આદિલ (ફ્રીદ)મન્સુરી. મનહર ઉધાસે ગાયેલી ૬૬જયારે ણયની જગમાં શરૂઆત થઇ હશે તે ગઝલથી આદિલભાઇ ચલિત છે.ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં તિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા. આદિલ મન્સૂરી ૧૮મી મે ૧૯૩૬ના અમદાવાદમાં જન્મ્યા હતાં. તેમણે મોટા ભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. આદિલ મન્સૂરીનું બાળપણ સંદ્યર્ષમય રીતે વિત્યું હતું. દેશના વિભાજન પછી ૧૯૪૮માં તેમના પિતાએ કરાંચી જવાનો નિર્ણય લીધો.૮ વષ પછી પિતાજીએ વતન પાછા આવવાનો નિર્ણય લીધો અને આદિલ અમદાવાદમાં વસ્યા હતા. અમદાવાદમાં આવયા પછી આદિલે ગુજરાતી ભાષામાં લખાણો,કવિતાઓ અને નાટકો લખવાની શરૂઆત કરી. આદિલ મન્સૂરી શાયર હોવા ઉપરાંત એક સારા પેઇન્ટર હતા અને કેલીગ્રાફ્ીમાં માહિર હતા. ગઝલ ગુર્જરી ડોટ કોમ મેગેઝીન દ્વારા તેમણે ગઝલનું વિસ્તરણ અમેરિકાથી પણ ચાલુ રાખ્યું હતું. જનાબ આદિલ મન્સૂરીનું ૭૨ વર્ષની વયે ગુરુવાર તા.૬ નવેમ્બરે ન્યૂજર્સીમાં અવસાન થયું.