આત્મભાવ કયારે પ્રગટ થાય?
* દેહસુખની ઈચ્છાઓ નષ્ટથાય ત્યારે.
આત્માની શક્તિ કઈ ?
* વિચાર.
અંતયાત્રા કરવાંમાં મહત્વના અંતરાયો કયા છે ?
* બહિર્મુખ વૃતિ.
* રૂપ,રસ,ગંધ સ્પર્શ અને શબ્દ માટેના આકર્ષણૉ.
* પરોપકાર અને અનુકંપાના ભાવની પાછળ રહેલી આસક્તિ.
* ઈચ્છાને શ્રધ્ધા માની લેવાનું વલણ.
* પોતે જાણે છે,પોતાને ખબર પડે છે એવો અહંકાર.
* દંભ અને આત્મવંચના.