આકાશ,વાયુ,તેજ જલ અને પુથ્વીના ગુણૉ કયા?
* આ પંચ મહાભુતો પરસ્પર સંકળાયેલા છે.
* આકાશનો ગુણ શબ્દ.
-એમાં સ્પર્શ,રુપ,રસ અને ગંધ પ્રધાનપણે નથી.
* વાયુના ગુણ શબ્દ અને સ્પર્શ.
-એમાં રુપ,રસ અને ગંધ પ્રધાનપણે નથી.
* તેજના ગુણ શબ્દ,સ્પર્શ અને રુપ.
-એમાં રસ અને ગંધ પ્રધાનપણે નથી.
* જલના ગુણ શબ્દ,સ્પર્શ,રુપ અને રસ.
-એમાં ગંધ પ્રધાનપણે નથી.
* પુથ્વીના ગુણ શબ્દ,સ્પર્શ,રુપ રસ અને ગંધ.શબ્દ આકાશની તન્માત્રા હોવા છતાં તેમાં સ્પર્શ,રુપ,રસ અને ગંધ એ બધા ઓછા-વતા પ્રણામમાં આવેલ છે.શબ્દમાં સ્પર્શના વિભાગથી તેની અસર થાય છે.શબ્દને આકૃતિ છે તે રુપ, શબ્દમાં કડવાશ,મીઠાશ તીખાશ વગેરેનું દર્શન તે રસનું અને શબ્દમાં ગમો-અણગમો તે ગંધનું કારણ છે.
આવું જ અન્ય તત્વોમાં સમજવું એટલે જ ‘પ્રધાનપણે’શબ્દ પ્રયોજયો છે પ્રત્યેક તત્વમાં ગૌણપણે અન્ય ગુણો રહેલા છે.