જો ગુરુની આંગળીનો અગ્ર ભાગ પ્રમાણમાં ચપટો હોય તો તે વ્યક્તિમાં નિર્ણય શક્તિનો અભાવ હોય છે. તેનું મન ચંચળ હોય છે અને એકાગ્રતાનો અભાવ હોય છે.
જો ગુરુની આંગળીનો મધ્ય પર્વ લંબાઇમાં વધુ હોય તો તે વ્યક્તિમાં સક્રિયતાનો પણ અભાવ હોવાનું જણાય છે. તેનાથી વિરુદ્ધ તે મોટેભાગે કલ્પના પ્રિય અને તર્કમાં કુશળ હોવાનું જણાય છે. તેમજ તેનો સ્વભાવ પણ મહત્વાકાંક્ષી હોવાનું જણાય છે.
જો ગુરુની આંગળીનો અગ્રભાગ અણીવાળો અથૉત્ શંકુ આકારનો હોય તો તે વ્યક્તિ હોશિયાર અને કોઇ કળાના ક્ષેત્રમાં અગ્રણી હોવાનું પણ જણાય છે. જોકે, તેનામાં અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ વધુ હોવાનું જણાય છે.
આંગળીઓનાં પર્વોની સાઇઝ અને અલગ અલગ આંગળીઓનું મહત્વ શું છે, તે સમજવાનો પણ પ્રયત્ન કરીશું. આંગળીઓનાં પર્વ ઉપરથી તેનો સ્વભાવ તેમજ તેની તંદુરસ્તી અંગે પણ ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. તેથી જ તો હસ્તરેખા જોવામાં આંગળીઓ પણ વધુ મહત્વ ધરાવતી હોય છે.
અહીં આપણે સૌપ્રથમ ગુરુની આંગળી વિશે વિચારીએ. તેનું સ્થાન અંગૂઠાની બાજુમાં આવેલું છે. હથેળીમાં તેની નીચે ગુરુનો પર્વત હોવાથી તેને ગુરુની આંગળી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તે પહેલી આંગળી હોવાથી તેને તર્જની તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે તેમાં રહેલાં પર્વો અંગે વિચારીએ. સાદી ભાષામાં લોકો તેને વેઢા તરીકે પણ ઓળખે છે.
આંગળીના મૂળ પાસે આવેલ પર્વને નીચલો પર્વ કહેવામાં આવે છે. જો તે પર્વની લંબાઇ અન્ય પર્વ કરતાં વધુ હોય તો તે વ્યક્તિ સ્વાભિમાની અને વૈભવી ચીજવસ્તુઓની પણ શોખીન હોવાનું જણાય છે. તેમજ તેનામાં વિદ્વત્તાનું પ્રમાણ પણ વધુ હોવાનું જણાય છે. તેમજ તેનામાં આત્મવિશ્વાસનું પ્રમાણ પણ વધુ હોવાનું જણાય છે.
જો ગુરુની આંગળીનો મધ્ય પર્વ લંબાઇમાં વધુ હોય તો તે વ્યક્તિમાં સક્રિયતાનો પણ અભાવ હોવાનું જણાય છે. તેનાથી વિરુદ્ધ તે મોટેભાગે કલ્પના પ્રિય અને તર્કમાં કુશળ હોવાનું જણાય છે. તેમજ તેનો સ્વભાવ પણ મહત્વાકાંક્ષી હોવાનું જણાય છે. તેનાથી વિરુદ્ધ જો ઉપરનો પર્વ વધુ લંબાઇ ધરાવતો હોય તો તે વ્યક્તિએ મોટે ભાગે તેના પ્રશંસકોથી દૂર રહેવું જોઇએ.
ક્યારેક તેઓ ખોટી ખુશામત કરીને પણ ખોટી મૂંઝવણો ઊભી કરતા હોય છે. તેમજ તેઓ રૂપિયા પાછળ વધુ આકષૉયેલા રહેતા હોય છે. તેઓને આધ્યાત્મિક ક્ષેત્રનું પણ સારું એવું જ્ઞાન હોવાનું જણાય છે. તેઓનું મિત્રવર્તુળ પણ આર્થિક રીતે ઉચ્ચ સ્તરનું હોય છે. જોકે, આ પ્રકારની વ્યક્તિઓએ ખોટા ઘમંડથી પણ દૂર રહેવું હિતાવહ છે.
જો ગુરુની આંગળીનો અગ્રભાગ અણીવાળો અથૉત્ શંકુ આકારનો હોય તો તે વ્યક્તિ હોશિયાર અને કોઇ કળાના ક્ષેત્રમાં અગ્રણી હોવાનું પણ જણાય છે. જોકે, તેનામાં અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ વધુ હોવાનું જણાય છે. જો તેનો અગ્ર ભાગ ચોરસ હોય તો તે વ્યક્તિ સજ્જન હોવાનું જણાય છે. તેમજ મોટે ભાગે તે તેના કાર્યમાં જ ગળાડૂબ હોવાનું જણાય છે.
જો તેની આંગળીનો આગળનો ભાગ પ્રમાણમાં ચપટો હોય તો તે વ્યક્તિમાં યોગ્ય નિર્ણયશક્તિનો પણ અભાવ હોવાનું જણાય છે. તેમજ તેનું મન પણ પ્રમાણમાં ચંચળ હોવાનું જણાય છે. તેમજ તેનામાં એકાગ્રતાનો પણ અભાવ હોવાનું જણાય છે. આ પ્રકારની વ્યક્તિને દરેક વિષયમાં વ્યક્તિગત રસ લેવાની ટેવ રહેલી હોવાનું જણાય છે.
જો ગુરુ ની આંગળી મધ્યમાં (શનિ)ની આંગળીનાં ત્રીજા પર્વના અડધા ભાગ સુધી પહોંચતી હોય તો તેને કારણે વ્યક્તિનો પ્રભાવ કોઇ પણ જગ્યાએ મજબૂત પડી શકે છે. તેનામાં હકૂમતની પણ ભાવના પ્રબળ થયેલી હોવાનું જણાય છે. જોકે, આ વ્યક્તિઓ પોતાના ક્ષેત્રમાં સફળતા પણ સારી એવી મેળવતા હોવાનું જણાય છે.
જો આ આંગળી મધ્યમા તરફ ઝૂકેલી હોય તો તે વ્યક્તિમાં નિરાશાનું પ્રમાણ વધુ હોવાનું જણાય છે. તેમજ તેનો સ્વભાવ પણ આળસુ હોવાનું જણાય છે. જો ગુરુની આંગળી સામાન્ય કદ કરતાં પણ નાની હોય તો તે વ્યક્તિમાં નિર્ણય લેવાની ક્ષમતા પણ ઓછી હોવાનું જણાય છે. તેમજ તેનામાં લઘુતાગ્રંથિ પણ હોવાનું જણાય છે.
જો શનિની આંગળી કરતાં આ આંગળી વધુ લાંબી હોય તો તે વ્યક્તિને વિજાતીય આકર્ષણ પણ વધુ રહેતું હોવાનું જણાય છે. તેઓનો સ્વભાવ પણ પ્રમાણમાં અત્યાચારી હોવાનું જણાય છે. જો ગુરુની આંગળી દેખાવામાં સંતોષકારક રીતે લાંબી અને જરૂર જેટલી જ પહોળી હોય તો તે ગુરુના પર્વતમાં રહેલી ખામીઓને પણ પૂર્ણ કરતો હોવાનું જણાય છે.
તેને કારણે વ્યક્તિમાં પોતાનાં ધર્મશાસ્ત્રો અંગેનું જ્ઞાન પણ સારું એવું રહેલું હોય છે. જો ગુરુની આંગળી સીધી હોય તો તે વ્યક્તિને પોતાના કામથી જ અર્થ રહેતો હોય છે, પણ જો ગુરુની આંગળી લાંબી પરંતુ સહેજ વાંકી હોય તો તે વ્યક્તિની તંદુરસ્તીમાં પણ મુશ્કેલી ઊભી થતી હોવાનું જણાય છે.
જ્યોતિષચર્ચા, વનેશ કંસારા