અસીમ આનંદનું દ્રાર કોણ ખોલી આપે?
* સાધુ-સંતોની અને અનુભવી પુરુઓની સંગતિ..
સાકાર કોને કહેવાય ?
* આકૃતિ સહિત દર્શન તે સાકાર,જે નેત્રો વડે થાય.
* નિરાકારનો જે ભાગ ઇન્દ્રિયોની પકટમાં આવે તે સાકાર.
* જેને માપી શકાય તે.
* જે ઇન્દ્રિયમય છે તે.
નિરાકાર કોને કહેવાય ?
* આકૃતિ રહિત દર્શન તે નિરાકાર અને તે વિચારથી થાય છે.
* જે ઇન્દ્રિયગમ્ય નથી અથવા ઇન્દ્રિયોની પકડની બહાર છે જે માપ બહાર છે.