સામગ્રી :
૧ લિટર દૂધ
૦।। નાની વાડકી બાસમતી ચોખા
૫ નંગ અંજીર
૧૫૦ ગ્રામ ખાંડ,
૧ ટી. સ્પૂન ઘી,
૧ ટી. સ્પૂન બાફેલી બદામની કાતરી,
૦।। ટી સ્પૂન ઈલાયચીનો ભૂકો.
રીત :
બાસમતી ચોખાને બેથી ત્રણ કલાક પાણીમાં પલાળવા. અંજીર ૦।। કલાક માટે પલાળવા.
ચોખાને નિતારી, ઘીમાં સાંતળવાં. પાણી ઉમેરી છૂટો ભાત રાંધવો.દૂધને ગરમ મૂકવું. ઊકળતું રાખી હલાવ્યા કરવું. જરા જાડું થાય એટલે ખાંડ નાંખી ઉકાળવાનું ચાલુ રાખવું.રાંધેલો ભાત તેમાં ભેળવવો. થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવું. અંજીરના કટકા, ઈલાયચી તથા બદામ નાંખવા. સામાન્ય હૂંફાળી ખીર સર્વ કરવી.