મસાલા

ખોરાકનું વિવેચન કરતાં મેં મસાલા વિશે કશું કહ્યું નથી. નિમકને મસાલાના બાદશાહ તરીકે ગણી શકાય. કેમ કે નિમક વિના સામાન્‍ય માણસ કાંઇ ખાઇ જ નથી શકતો. તેથી તેનું નામ સબરસ પણ ગણાયું છે. કેટલાક ક્ષારોની શરીરને આવશ્‍યકતા છે. તેમાં નિમક આવી જાય છે. એ ક્ષારો ખોરાકમાં હોય જ છે. પણ અશાસ્‍ત્રીય રીતે રંધાવાથી કેટલાકનું પ્રમાણ ઘટી ગયું હોય, તે નોખા પણ લેવા પડે છે. આવો અત્‍યંત જરૂરી એક ક્ષાર નિમક છે. એટલે ગયા પ્રકરણમાં તેને થોડા પ્રમાણમાં છૂટું ખાવાને સ્‍થાન આપ્‍યું છે.

પણ જેની સામાન્‍યપણે આવશ્‍યકતા નથી એવા અનેક મસાલા સ્‍વાદને ખાતર અને પાચનશકિત વધારવાને ખાતર લેવામાં આવે છે. જેવા કે મરચાં(લીલાં ને સૂકાં), મરી, હળદર, ધાણાજીરુ, રાઇ, મેથી, હિંગ ઇત્‍યાદિ.
આને વિશે મારો અભિપ્રાય પચાસ વર્ષના જાતઅનુભવ ઉપર બંધાયેલો છે કે, આમાનાં એકેયની શરીરને પૂર્ણ રીતે આરોગ્‍યવાન રાખવા સારુ આવશ્‍યકતા નથી. જેની પાચનશકિત છેક નબળી થઇ ગઇ હોય તેને, કેવળ ઔષધરૂપે, નિશ્ર્ચિત મુદતને સારુ તે ધારેલી માત્રામાં લેવાં પડે તો ભલે લે. પણ સ્‍વાદને સારુ તો તેનો આગ્રહપૂર્વક નિષેધ ગણાવો જોઇએ. મસાલામાત્ર, નિમક પણ, અનાજ શાકના સ્‍વાભાવિક રસમાં જે સ્‍વાદ આવે છે તે મસાલા ને નિમક નાખ્‍યા પછી નથી આવતો. તેથી જ મેં નિમક લેવું હોય તો ઉપરથી લેવાનું સૂચવ્‍યું છે. મરચું તો હોજરીને અને મોંને બાળે છે. જેને મરચાની આદત નથી તે પ્રથમ તો મરચું ખાઇ જ નહીં શકે. ઘણાંનાં મોઢાં આવી ગયેલાં મેં જોયાં છે. અને એક માણસ, જેને મરચાંનો અત્યંત શોખ હતો તેનું તો મરચાંએ ભરજુવાનીમાં મોત આણ્‍યું. દક્ષિ‍ણ આફ્રિકાના હબસી મસાલાને અડકી જ નહીં શકે. હળદરનો રંગ ખોરાકમાં તેઓ સાંખી શકે. અંગ્રેજો આપણા મસાલા નથી લેતા.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
Recent Posts

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 48

Warning: Attempt to read property "guid" on null in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 48
કઈ મર્યાદાઓ મનુષ્યને વિશેષ અનુકુળ નથી ?
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors