ફૂલગોબી ૧ કિલો બટાટા, ૩ મધ્યમ કદના ૧ ઝીણી સમારેલી ડુંગળી ૧ ઝીણુ સમારેલુ ટમેટું લીલા વટાણા ૧/૨ કપ આદુ પેસ્ટ, ૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ, ૧/૨ ટીસ્પૂન ૨ ઝીણા સમારેલા લીલા મરચા જીરુ પાવડર, ૧ ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, ૧ ટીસ્પૂન હળદર પાવડર, ૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો, ૧ ટીસ્પૂન ધાણા પાવડર, ૧/૨ ટીસ્પૂન વેજીટેબલ ઓઈસ, ૩ ટેબલસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર લીલા ધાણા સમારેલા, ગાર્નિશ કરવા માટે રીત: – ફૂલગોબી અને બટાટાને નાના ટુકડામાં સમારી લો અને બરાબર ધોઈ લો. – એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. તેમાં લીલા મરચા, આદુ-લસણની પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળો. – તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને મધ્યમ આંચ પર સાંતળો અને તેને લાઈટ બ્રાઉન થવા દો. હવે તેમાં સમારેલા ટમેટા અને લીલા વટાણા ઉમેરો. – તેમાં લાલ મરચાનો પાવડર, ધાણા-જીરુ પાવડર, હળદર, મીઠું અને ગરમ મસાલો ઉમેરો. બરાબર મિક્સ કરો. – હવે તેમાં ફૂલગોબી અને બટાટા ઉમેરો અને હલાવો. ૫ મિનીટ સુધી સાંતળો. પેનને ઢાંકી દો અને મધ્યમ આંચ પર પાકવા દો. થોડી થોડી વારે હલાવતા રહો જેથી તે તળિયા સાથે ચોંટી ન જાય. – લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.