ખરો માર્ગદર્શક કોણ થઈ શકે? * વયોવુધ્ધ અનુભવી. * લાભ અને ગેરલાભની જેના પર અસર ન થાય. * અનુકુળતા કે પ્રતિકુળતાને ધ્યાનમાં રાખી સલાહસુચન ન આપે;પણ સત્ય વાત કહે. * સ્નેહીઓના કે વિરોધીઓના આક્ષેપોથી કે એમની પ્રશંસાથી મુકત રહે અથવા પ્રભાવિત ન થાય. * ઓચિંતી ધટનાઓથી કે સારામાઠા સમાચારોથી ફુલાઈ ન જાય કે ચિંતાગ્રસ્ત ન થાય. * જે સ્વાર્થથી મુકત હોય. * જેને પરિસ્થિતિની સમજણ હોય. * જીવનનો ઊડો અનુભવ હોય.
વ્યક્તિ સાથે સંબંધ જોડતી વેળા શું કાળાજી રાખવી? * તેની ઉદાર ચિતની. * તેનાં આંતરિક ગુણો ખ્યાલમાં આવે તેની. -તેનામાં નમ્રતા,ધેર્ય,સુઝ,સત્યને સમજવાની તાલાવેલી,હ્રદયની વિશાળતા,નિષ્ઠાઔધમવૃતિ,સાહસિકતા વગેરે ગુણૉ છે કે નહી તે જોવું,તેની આંતરિક સમૃધ્ધિ સારી હોય પછી બ્રાહ્ય બાબતો ગૌણ બની જાય છે. * તેની ચાલચલગતની. * તેની આદતોની અથવા ટૅવોની. * તેના મિત્રમંડળની. * તેનું જીવનધ્વેય શું છે તેની.
મનુષ્ય શેનાથી ધેરાયેલો રહે છે? * કાળથી. -કાળચક્ર સતત ચાલ્યા કરે છે;ઋતુઓમાં પરિવર્તન થયા કરે છે,ીમાં વ્યક્તિનું કાંઈ ચાલતું નથી;સહિષ્ણુતા કેળાવી જીવવું પડે છે એમાં અથવા પ્રત્યેક ઋતુની પ્રતિકુળતામાંથી બચવા ઉપાય કરવો પડે છે. * કર્મથી. -મનુષ્ય પોતે કર્મનું નિર્માણ કરે છે અને તેનું ફળ એને જ ભોગવવું પડે છે.છતાં મનુષ્ય સાવધાન રહી કર્મ નથી કરતો અને કર્મોનાં ફળથી એવો ધેરાઈઅ જાય છે કે તેનું જીવન ખારું થઈ જાય છે. * સ્વભાવથી. -દરેક મનુષ્યનો આગવો સ્વભાવ હોય છે અને સામાન્ય રીતે તે પોતાના સ્વભાવથી ધેરાયેલો રહે છે.મનુષ્ય પરિસ્થિતિને પોતાની રીતેં […]