શબ્દોની માયાઝાળ રચી પોતાની પારદર્શિતાની વાતો કરી પ્રજાને ગુમરાહ કરવામાં માહીર “બોદી” સરકાર ના ઐતહાસિક કૌભાંડોને ખુલ્લા પાડતા સને ૨૦૧૧ માં રચાયેલ એમ.બી.શાહ કમિશનનો રીપોર્ટ રજુ નહી કરવામાં વર્તમાન સરકાર શા માટે પાછીપાની કરે છે ? તેવી ચર્ચા એ જોર પકડીયું છે. આ કમિશનના રીપોર્ટને વિરોધ પક્ષ, માજી મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા અને લોકશાહીના અનેક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજુઆતો થઇ છે. રુપિયા ૧ લાખ કરોડથી વધુ કૌભાંડોના આક્ષેપો અંગે કમિશન દ્વારા ૨૧ વોલ્યુમમાં પાંચ હજાર પાનાના અહેવાલ રજુ કરવામાં આવ્યો છે. “બોદી” સરકાર ના ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડતા આ કમિશનના રીપોર્ટને […]